શ્રી લોમેવધામ -ધજાળાનાં સ્થાપક પૂ. પ્રાત:સ્મરણીય ભરતબાપુનો જન્મ સંવત ર૯ર૪ શ્રાવણ સુદ ૧૧ને રવિવાર તારીખ ૦૪/૦૮/૧૯૬૮નાં રોજ કાઠી કૂળની જળુ શાખામાં થયો આજે જાદર પરિવારને ભગત તરીકે સંબોધન થાય છે. પિતા ઠાકરશ્રી આપબાપુ (નાના લોમબાપુ) અને માતુશ્રી બેનુબાનાં ખોરડે થયો ઠાકર ભરતબાપુનું જીવન એ જ એમનો પરિચય રહેલો છે. વિનમ્ર મૃદુભાષી સરળ સહજ સાદગી અને ભકિતનું સાકારીત સ્વરૂપ એટલે મહંત શ્રી ભરતબાપુ જેમના માટે આ ભાવ શબ્દશ સાર્થક રહેલો જોવા મળે છે.
સરળ સ્વભાવ ન મન કુટીલાઈ
યથા લાભ સંતોષ સદાઈ…
સમગ્ર જીવન નિરામય ઉન્નત અને ઉતિષ્ઠ જીવન અને કવન જેવું છે એવા પુજય ભરતબાપુ કર્મ ગુરૂ અને ધર્મ ગુરૂની વ્યાખ્યા સાર્થક કરી રહયા છે, પોતે મહંત મહારાજ કરાડી ગામે શિક્ષક તરીકે ઉમદા ધર્મ બજાવી રહયા છે. હજારો ઠાકરના સેવકો જેમની અમૃતવાણીનો લાભ અને અનુભવી માર્ગદર્શન અને આશીર્વાદ નિશ્રામાં પાવન બની રહયા છે. ઉપરાંત સમગ્ર સુરેન્દ્વનગર જિલ્લા અને સાયલા તાલુકાના વિદ્યાર્થી અને સારસ્વત સમાજ પૂ. બાપુની દિર્ઘદ્વષ્ટી અને વિદ્વતાનો લાભ લઈ રહયા છે આમ બાપુ સમાજ માટે પરિવર્તનના પ્રહરી બની રહયા છે
પૂજ્ય ભરતબાપુનાં આશિર્વાદથી લોમેવધામ-ધજાળાની જગ્યાનો ખુબજ ઉમદા રીતે આગવો વિકાસ અને પ્રભુ ભકિતની આવી ઉજળી પરંપરા સાથે સમાજ ઉત્થાન, સામાજીક પરિવર્તન અને આગવા સુધારાઆે થઈ રહયા છે પૂ. બાપુનાં સરળતા, સમરૂપતા અને સૌને સરખા ગણવાની આગવી ભાવનાં ચાહત થકી દરેક જ્ઞાતિ સમુહનાં લોકો અનેરો પૂજ્યભાવ ધરાવે છે દર અમાસ અને દર બીજનાં દીવસે માનવ મહેરામણ શ્રી લોમેવવધામનાં દર્શન કાજે હિલોળે ચડે છે . બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે.
“જેને માન નથી અપમાન નથી જેના અંતરમાં અભિમાન નથી
જેને રાગ નથી જેને દ્વેષ નથી જેના જીવનમાં કોઈ કલેશ નથી
જેના આડંબરીય વેશ નથી જેના દિલમા જરીએ રોસ નથી
ભવ સાગર તરવાનું એ તરણું દીન દુ:ખી તણુ છે અમી જરણુ
એવો રોકડીયા ઠાકર સમા ભરતબાપુ ને પ્રણામ હજો”
જેના માટે શબ્દો આેછા પડે એવુ અનેરૂ જીવન ધરાવનાર પૂજ્ય મહંત મહારાજ ભરતબાપુનાં અને લોમેવધામનાં નેજા તળે સમાજમાં એકતા માટે, અંધશ્રધ્ધા નિર્મુલન માટે, સમાજ વ્યસન મુકત બની ઉન્નત જીવન માર્ગ તરફ વાળવાનાં ઉત્તમ પ્રયાસો કરી રહયા છે, એ માટે વધુ કહી શકાય કે સેવક સમાજ દારૂ જેવા દારૂણ વ્યસનથી મુકત બને તે માટે પુ. ભરતબાપુ ખૂબજ કઠીન બાધા લે, કઠીન પ્રતિજ્ઞા લે અને પગમાં પગરખા ધારણ કરવાનું બંધ કરે, અને પૂ. બાપુની આ સંકલ્પ યાત્રામાં એક હજારથી વધારે સેવક સમાજ પુ. બાપુના ચરણોમાં દારૂનુ વ્યસન તજે એજ એક ઐતિહાસીક ઘટના બની છે અને સમગ્ર સૌરાષ્ટ્ર કાઠીયાવાડ બાપુનાં આ ઉમદા કાર્યની નોધ લઈ શ્રધ્ધા સાથે નત મસ્તક થયા છે આ કાર્ય માટે પુ. બાપુને કોટી વંદન…
સમાજ ઉત્થાનના અનેરા કાર્યો શ્રી લોમેવધામ -ધજાળા દ્વારા થઈ રહયા છે, સાથે જગ્યામાં સતત અહર્નિશ ભોજનાલય શરૂ છે, ઠાકરનો પ્રસાદ લઈ સૌ પાવન થાય છે, અને સાથે ગૌશાળા અશ્વશાળા ધ્યાન, ભજન, કિર્તન, પ્રાર્થના, મહિલામંડળ, અને ’પુસ્તક પરબ’ જેવી પ્રર્વતિઆે ચાલી રહી છે. સાથે ઘણી બધી સંસ્કાર પ્રવૃતિઆે પૂ. ભરતબાપુનાં સાનિધ્યમાં થઈ રહી છે.
આમ સરળતા.. સહજતા.. વિનમ્રતા.. સમરૂપતા અને દિવ્ય તેજોમય આભા ધરાવનાર પાવનપાત્ર એટલે શ્રી લોમેવધામ -ધજાળાનાં મહંત મહારાજશ્રી ભરતબાપુ. જયાં પ્રજ્ઞાનો પ્રકાશ, સદાચારની સુવાસ અને ધર્મનો સતત જેના સાનિધ્યમાં પહેરો છે એવી ઉમદા ઠાકર ભકિત પરંપરાનાં વાહક અને પ્રવાહક પુ. મહંત મહારાજશ્રી ભરતબાપુને કોટી કોટી વંદન..
Please download some of the wallpaper about bharatbapu from here.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ