વર્તમાન મહંત શ્રી ભરતબાપુ કર્મે શિક્ષક છે જે નિષ્ઠાપુર્વક અને સંતોષપૂર્વક ફરજ બજાવી રહયા છે આવો સુભગ સમન્વય સમાજ માટે આગવુ પ્રેરણાબિંદુ બની ગયો છે આજના આ જ્ઞાન વિસ્ફોટનાં યુગમાં આવા શિક્ષિત અને દીક્ષિત મહંત મહારાજની નુતન દ્વષ્ટી અને પરિવર્તનશિલ વિચારો થકી સમગ્ર પંથકમાં શિક્ષાણની આગવી જયોત જળહળી રહી છે. બાપૂના જ્ઞાનનો લાભ એમની કર્મભૂમિથી લઈ સમગ્ર પાંચાળને મળી રહયો છે, અવારનવાર શૈક્ષણિક કાર્યક્રમોમાં બાપુનાં વકતવ્યો અને આશીર્વચનો અને બાપુનાં વ્યાખ્યાનો માંથી પથદર્શન મળી રહે છે, સેવક સમાજ દર્શને આવે એટલે બાપુ અવશ્ય પુછે કે દિકરા દિકરીઆે ભણે છે?