આધુનિક જ્ઞાન વિસ્ફોટનાં યુગમાં ડગલે ને પગલે બદલાતા વિશ્વ સાથે કદમ મિલાવવા અને નુતન અભિગમ કેળવવા પુસ્તક જ સાચો સાથી નિવડે છે આમ પૂ. ભરતબાપુ અમદાવાદથી શરૂ થયેલુ માતૃભાષા અભિયાન સાથે જોડાઈ રસ અને રૂચિથી વાંચનમાં અભિરૂચી લઈ પુસ્તકપરબ શરૂ કરી ઉતમ રીતે કાર્ય કરવા પ્રેરણા પુરી પાડી રહયા છે એથી ખુબજ ઉતમ રીતે આવા પુસ્તક વાંચનનો લાભ પુસ્તક પરબનાં માધ્યમથી સ્થાનિકો સાથે ઠાકરનાં સેવકો અને લોક સમુદાય નાં વાંચન ક્ષુધા સંતોષવા પરબને ખુલ્લી મુકવામાં આ કામગીરી પ્રશંશનીય રીતે ચાલી રહી છે.