મહંત મહારાજનું જગ્યામાં સતત પ્રેરક સાનિધ્ય અને એમની નિર્મળ વાણી અને અમૃતવચનોનો લાભ પાંચાળ ધરાને મળી રહયો છે જીવનની સાર્થકતા જીવનના મુલ્યો રામાયણ ગીતાજી અને ભાગવત પ્રસંગોમાંથી અને બાપુનાં મનન અને વકતવ્યોમાંથી સૌને મળે છે .આવા ઉતમ રાહે ચાલી શ્રધ્ધાપુર્ણ સમાજનું ઘડતર થઈ રહયુ છે. આ ઉપરાંત દર માસની બીજનાં અને અમાસનાં દિવસે દર્શનાર્થે આવતા સેવકોને એક કલાક ઠાકર અમૃતવાણીનો લાભ મળે છે લોકો આ અમૃતવાણી સાંભળવા ખેંચાઈ આવે છે
ફેસબુક અને વ્હોટસએપ જેવા માધ્યમો દ્વારા પૂ. ભરતબાપુ ધાર્મીંક સુવિચારો અને ધાર્મીંક પુસ્તકોની કણીકાઆે અને પ્રેરકપ્રસંગો દ્વારા ધર્માભિમુખ કરવાનુ કાર્ય કરી રહયા છે. આ સાથે ઠાકરસેવકો અને મહિલામંડળ દ્વારા અવારનવાર હરિકીર્તન થાય છે, સૌ ભકિત રસમાં તરબોળ બની હરિગુણો ગાઈ ધન્યતા અનુભવે છે