સંત શુરા સતી અને જતિ અને ભકિત પરંપરાની પાવન જનની એટલે દેવભૂમિ પાંચાળ… એ ભૂમિ જયાં ઈશ્વર પણ અવતાર ધરી અવતર્યા અને વિચર્યા એવી પાવન ધરા પર ભકિતનો અવિરત પ્રવાહ વહેવડાવનાર નાથ સંપ્રદાયનાં સમર્થ ગુરૂ ગેબીનાથ અને તેમની અમી નજરથી વિસ્તરેલ ગેબી વડની એક શાખ એટલે આપા જાદરા… પૂ. જાદરાબાપુનાં ગુરૂ આપા મેપા ભગતના આપેલ આશીર્વાદથી જાદર પેઢીએ પેઢીએ પીર અવતર્યા, આપા ગોરખાબાપુ થી લઈ આપા સામતબાપુ, આપા માચાબાપુ, આપા લોમબાપુ (મોટા), આપા આપબાપુ અને એજ પ્રતાપી જયોતનુ સંતાન એટલે શ્રી લોમેવધામ- ધજાળાનાં વર્તમાન મહંત મહારાજ શ્રી ભરતબાપુ..
શ્રી લોમેવધામ -ધજાળાની સેવાકિય પ્રવૃતિઆે..
પૂજ્ય મહંત મહારાજશ્રી ભરતબાપુના સાનિધ્યમાં શ્રી લોમેવધામ ધજાળામાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઆનો સેવાયજ્ઞ ચાલી રહયો છે, જેના થકી દેવભૂમિ પાંચાળની આ ધરાને અને લોક સમુદાયને આ પરિસરનો ઉતમ લાભ મળી રહયો છે, જેની સાંપ્રત સમાજે નોંધ લીધી છે.
પૂ. બાપુના દિર્ઘદ્વષ્ટા વિચારો અને નુતન પરિવર્તનલક્ષી વિચારસરણીના લીધે લોકોને સેવા, સમર્પણ અને ભકિતમય જીવનની સાથે ઉત્તમ સમાજ સુધારણાની કેડી કંડારી છે, અને આત્મા એજ પરમાત્મા નુ શુત્ર સાર્થક કરી સમાજમા પ્રવર્તમાન ઉચનિચનાં ભેદ દુર કરી ’’માનવ સેવા એજ પ્રભુસેવા’’ એ ન્યાયે સમાજનુ દિશાદર્શન કરી રહયા છે.