ગૌશાળાની જેમજ અહી અશ્વશાળા પણ આવેલી છે અને અશ્વ સંવર્ધનનુ કાર્ય થઈ રહયુ છે અશ્વ શ્રી સૂર્યનારાયણનુ વાહન છે અને દેવાંશી પ્રાણી માનવામાં આવે છે તેથી જ સૂર્ય ઉપાસક કાઠી સમાજના અસીમ શ્રધ્ધા સ્થાન એવા શ્રી લોમેવધામમાં સેવકો માનતા સ્વરૂપે જાતવંત અને મોંઘા અશ્વો માનતા સ્વરૂપે અર્પણ કરે છે જેનુ પાલન અને સંવર્ધન ઉતમ રીતે કરવામાં આવે છે કહેવાય છે અશ્વપાલન એ ખુબજ અઘરી કામગીરી છે.