જગ્યાનાં મુળપુરૂષ પૂ. લોમબાપુ જેમનાં નામે આ જગ્યાનું નામાભિધાન થયુ એ લોમબાપુએ પ્રસાદીની પોતાનાં નિત્ય ઉપયોગની વસ્તુઆે પોતાની દિકરી શ્રી રાઈબામાં ને સ્વહસ્તે આપેલી જે તેમનાં ભાણેજ પરિવાર શ્રી મોટભાઈ રામભાઈ ખાચર (લાખાવાડ) નાં પુજારૂમમાં પુજા અર્થે રાખેલી હતી જે લોમબાપુનાં ભાણેજ પરિવાર તરફથી આ જગ્યામાં અર્પણ કરવામાં આવી હતી જે દર્શનાર્થે જગ્યામાં પ્રદર્શિત કરવામાં આવી છે
જેમા પૂ. લોમબાપુની જપમાળા, બેરખો, તિલક ખરલ, શ્રીફળ ,સાફો, પાઘ,અફિણની દાબડી, કેડીયુ, સુરવાલ, કબજો અને ચરણપાદુકાઆેનો સમાવેશ થાય છે.